VIDEO ભરૂચ APMCની પાંચ દુકાનોનો કેટલોક ભાગ રાત્રિ દરમ્યાન ધરાશાયી, સદનસીબે જાનહાની ટળી
ભરૂચના મહોંમદપુરા પાસે આવેલી APMCની પાંચ જેટલી દુકાનોનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. વેપારીઓ અને ગ્ર

ભરૂચના મહોંમદપુરા પાસે આવેલી APMCની પાંચ જેટલી દુકાનોનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. વેપારીઓ અને ગ્રાહકોથી એ.પી.એમ.સી.ની દુકાનો ધમધમતી હોય છે આ ઘટના રાત્રિના સમયે ધરાશાયી થતા જાનહાની ટળી હતી.
વેપારીઓમાં ગભરાટ
જેના કારણે વેપારીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો. સદનસીબે એપીએમસીમાં રાત્રે દુકાનો બંધ હોવા સાથે અવરજવર હોતી નથી, તેથી કોઈ જાનહાનિ ટળી હતી.
ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો
આ ઘટનાની જાણ થતાં રાષ્ટ્રિય કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રાણા પણ વેપારીઓ સાથે એ.પી.એમ.સી.ખાતે પહોંચી ગયા હતા. આ નવું બાંધકામ આઠ વર્ષ પહેલાનું જ હોવાનું જણાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી જો આ અંગે તપાસ નહી કરવામાં આવે તો કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.






