મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'હું પોલીસકર્મી છું' પોલીસની ખોટી ઓળખ આપીને રોફ જમાવનાર પાર્થ પટેલ જેલ ભેગો

સાબરકાંઠા: હું પોલીસકર્મી છું તેવી ખોટી ઓળખ આપીને અંતરિયાળ વિસ્તારો

સાબરકાંઠા: હું પોલીસકર્મી છું તેવી ખોટી ઓળખ આપીને અંતરિયાળ વિસ્તારોમાં રોફ જમાવનાર પાર્થ પટેલ જેલ ભેગો થયો. પોશિના, લાબડીયા, ખેરોજ, અંબાજી સહિતના પંથકમાં નકલી પોલીસ બનીને ફરતો હતો. 

મેળામાં યુવાનને માર માર્યો હતો

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ગુણભાખરી ખાતે યોજાયેલા ચિત્ર વિચિત્ર મેળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક વ્યક્તિ પોલીસની નકલ કરીને, ખાખી પેન્ટ અને સફેદ શર્ટ પહેરી, હાથમાં લાકડી લઈને મેળામાં આવેલા એક યુવકને ઢોર માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વ્યક્તિએ પોતાને પોલીસ મિત્ર તરીકે રજૂ કરી, પોલીસનો રોફ જમાવી રહ્યો હતો અને ગરીબ લોકોને દબંગગીરી દ્વારા ડરાવી રહ્યો હતો

ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

ડુપ્લિકેટ પોલીસ કર્મી બનીને ફરતા યુવાનને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ શખ્સે ક્યાં ક્યાં પોલીસની ઓળખાણ આપીને શું કોઈ વહિવટ કર્યો છે કે નહીં તે મામલે પણ તપાસ કરશે.

આ સમાચાર શેર કરો