મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: પાકિસ્તાની ગૃહમંત્રીની બેઈજ્જતિ, મોહસીન નકવીને લંડનમાં પોલીસે રોક્યા

દુનિયા પાકિસ્તાનના લોકો પર અવિશ્વાસ કરે છે, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે ઉચ્ચ કક્

દુનિયા પાકિસ્તાનના લોકો પર અવિશ્વાસ કરે છે, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે ઉચ્ચ કક્ષાના મંત્રીઓ હોય. આ કોઈ ખાલી નિવેદન નથી પરંતુ સત્ય હકિકત છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીના લંડન પ્રવાસ દરમિયાન બ્રિટિશ પોલીસે નકવીની કાર રોકી અને સંપૂર્ણ તપાસ હાથ ધરી.

મોહસીન નકવીની તપાસ

બ્રિટિશ પોલીસે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીની કાર રોકીને તપાસ કરી તે ક્ષણનો એક વિડિયો પણ સામે આવ્યો છે. એમાં જોઈ શકાય છે કે આ કોઈ નિયમિત તપાસ નહોતી. પોલીસે નકવીની કારને દરેક ખૂણાથી તપાસી. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે, પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય શાખ અને દુનિયા તેના લોકોને કેવી રીતે જુએ છે.

આ ઘટના ક્યારે બની?

અહેવાલો અનુસાર આ ઘટના એ સમયે બની જ્યારે મંત્રી મોહસીન નકવી અધિકારીઓની મુલાકાત કરવા બ્રિટિશ વિદેશ કાર્યાલય પહોંચ્યા. નકવી ફેબ્રુઆરી 2024થી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ છે. તેમણે જાન્યુઆરી 2023થી ફેબ્રુઆરી 2024 સુધી પાકિસ્તાન સ્થિત પંજાબના કાર્યકારી મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. નકવી સિટી મીડિયા ગ્રુપના સ્થાપક પણ છે.

સામાન્ય છે પાકિસ્તાનીઓની બેઈજ્જતિ

પાકિસ્તાનીઓની બેઈજ્જતિ થવી સામાન્ય વાત છે. ઘણીવાર લોકો અંદરોઅંદર એકબીજાનું અપમાન કરે છે. તાજેતરમાં એક પાકિસ્તાની સાંસદે આર્મી ચીફ અસીમ મુનીરને સેલ્સમેન પણ કહ્યા હતા. માર્ચ મહિનામાં તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત અહેસાન વાગનનું યુનાઇટેડ સ્ટેટ્સમાં અપમાન કરવામાં આવ્યું હતું. વાગનને યુએસમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અને એરપોર્ટ પરથી પાછા મોકલી દેવાયા હતા.

આ સમાચાર શેર કરો