Video-હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું
દેશભરના અલગ અલગ હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં કઠોરથી મૌલાના સોહેલની ધરપકડ કરવામાં આવી હત

દેશભરના અલગ અલગ હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં કઠોરથી મૌલાના સોહેલની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ નેપાળ અને મહારાષ્ટ્રથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં. ત્યારે આ કેસમાં મૌલાના સોહેલ દ્વારા બે જન્મના પ્રમાણપત્ર અને બે ઈલેક્શન કાર્ડ મળી આવ્યા હતાં. આ કેસમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતાં ડોગરનું નામ ખુલ્યું છે. જે પોતાનો એકે 47 બંદૂક સાથેનો ફોટો ધમકી આપતી વખતે બતાવતો હતો.
ડોગરનું ટેરર ફંડિંગમાં નામ ખુલ્લેલું
પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું કે, આ કેસમાં અલગ અલગ મોડ્યુઅલ ખુલીને સામે આવી રહ્યાં છે. ડોગરનો ફોટો ધમકી આપતી વખતે મોકલવામાં આવતો હતો. મૌલવી અને બીના સ્લીપર સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવી હતી. ડોગર અને જીયા ઉલ હક્કનું નામ ટેરર ફંડિંગમાં ખુલ્યું હતું. અલગ અલગ મોડલ હોવાથી અલગ અલગ રાજ્યની પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બહુ બધાના નામ સામે આવી રહ્યા છે. જેથી તે દિશામાં તપાસ ચાલી રહી છે.
રઝા પાકિસ્તાનના નંબરનો ઉપયોગ કરતો
નેપાળની બોડર પર મુઝફ્ફરપુરથી મોહંમદ અલીની ધરપકડ કરાઈ હતી. તેણે પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો. પરંતુ એફએસએલની મદદથી તેના મોબાઈલમાંથી ડોગરનો ફોટો મળ્યો છે. આરોપીઓ 17 વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ ધમકી આપતાં હતાં. 42 ઈમેલ આઈડીનો ઉપયોગ કરતો હતો. સકીલ ઉર્ફે રઝાએ પકડાતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો. રઝા પાકિસ્તાની નંબરનો ઉપયોગ કરતો હતો.
મુસ્લિમ શબનમને પણ ધમકી અપાયેલી
રઝા સરફરાઝ, સાદિક અને જશબાબા નામના હેન્ડલર સાથે સંપર્કમાં હતો. આ ઈસમોએ હિન્દૂ મંદિરે જતી યુટ્યુબર શબનમ શેખને ધમકી આપી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પર કોમેન્ટ કરતા લોકોને આઇડેન્ટિફાઈ કરવામાં આવતાં હતાં. ત્યારબાદ વ્યક્તિનો સંપર્ક કરી પોતાની સાથે જોડતા હતાં.








