મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દલિત સમાજની આક્રોશ રેલી, ગણેશ જાડેજાના સમર્થનમાં 80થી વધુ ગામડાઓ સજ્જડ બંધ

ગોંડલ ધારાસભ્યના પુત્રએ દલિત સમાજના યુવકને માર માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દલિત સમાજ દ્વારા ગણેશ જાડેજા વિરૂદ્ધ

ગોંડલ ધારાસભ્યના પુત્રએ દલિત સમાજના યુવકને માર માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દલિત સમાજ દ્વારા ગણેશ જાડેજા વિરૂદ્ધ બાઈક રેલી નિકાળવામાં આવી છે.

80થી વધુ ગામો સજ્જડ બંધ

ગોંડલ ધારાસભ્યના પુત્રના સમર્થનમાં ગોંડલના બજારો સહિત માર્કેટ યાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. જૂનાગઢ ઉપરાંત જેતપુર,ગુંદાળા ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો આ રેલીમાં જોડાયા છે. અંદાજીત 80થી વધુ ગામોએ સજ્જડ બંધ પાળ્યો છે.

કામદારોએ સ્વયંભૂ રીતે ગોંડલ યાર્ડમાં કામગીરી બંધ કરતા ગોંડલ માર્કેટ સજ્જડ બંધ જોવા મળ્યુ હતું. અનુસૂચિત જાતિનાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ગોંડલના ધારાસભ્ય ગીતબા જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  

આ સમાચાર શેર કરો