મુખ્ય સામગ્રી પર જાઓ

Video: અંબાજીમાં પાવન પર્વ ટાણે જ એસટી વિભાગની ઉઘાડી લૂંટ, ભાડામાં કર્યો વધારો

બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો માઇભક્તો રાજ્યના વિવિધ સ્થળોથી આવી રહ્

બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો માઇભક્તો રાજ્યના વિવિધ સ્થળોથી આવી રહ્યા છે, ત્યારે આ પાવન પર્વમાં એસટી વિભાગે ઉઘાડી લૂંટ ચલાવી છે. સામાન્ય દિવસોમાં ગબ્બરનું 3 કિલોમીટરનું ભાડુ 10 રૂપિયા વસૂલાય છે, જ્યારે આરટીઓ ગબ્બર પોઇન્ટથી ગબ્બર 2 કીમી થાય છે અને આ 2 કિમીનું ભાડું 20 રૂપિયા કરી દેવાયું છે. માઈ ભક્તો માટે તંત્ર દ્વારા વિનામૂલ્યે સુવિધાઓ ઉભી કરાઈ છે,ત્યારે એસટી વિભાગે ઉઘાડી લૂંટ શરુ કરી છે.

કામાક્ષી મંદિરથી 51 શક્તિપીઠ સર્કલ સુધી અને નવી કોલેજથી 51 શક્તિપીઠ સર્કલ સુધી એસટી વિભાગ દ્વારા ભક્તોને વિના મૂલ્યે મેળામાં લાવવામાં આવે છે, તો પછી માઈ ભક્તો માટે ગબ્બર જવાનું ભાડું કેમ ડબલ કરાયું? વર્ષ 2024 ના મેળામાં પણ એસટી વિભાગે ડબલ ભાડું વસૂલ્યું હતું અને ત્યારબાદ વિવાદ થતા 5 રૂ. ભાડું ઘટાડવામાં આવ્યું હતું, પણ ભાદરવી મહાકુંભ 2025 મા એસટી વિભાગના ટ્રાફિક ઇન્ચાર્જે ભાડું ઘટાડવાની સ્પષ્ટ ના પાડી છે.  

આ સમાચાર શેર કરો