મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વધુ એક અકસ્માત, જમાલપુર બ્રિજ પાસે કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જમાલપુર બ્રિજ પાસે કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત થયું છે જ્યાર

અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જમાલપુર બ્રિજ પાસે કાર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત થયું છે જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

અમદાવાદમાં વધુ એક અકસ્માત

અમદાવાદના જમાલપુર બ્રિજ નજીક MG હેક્ટરના કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. GJ-01KY1233 નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યા બાદ શાકભાજી વેચતી મહિલા પર કાર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 

અકસ્માત બાદ શાકભાજી વેપારીઓમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કાર ચાલકે રોંગ સાઇડમાં કાર ચલાવી હતી અને કાર પરથી કાબુ ગુમાવતા જ એક મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં આ વર્ષે 1.62 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત, દર કલાકે 19 લોકો ઘાયલ થયા

કાર અકસ્માત સર્જ્યા બાદ સીધી સામે રહેલી દિવાલ સાથે અથડાઇ હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો