VIDEO : અમદાવાદમાં વધુ એક અકસ્માત, ચાંદખેડામાં કારની અડફેટે 78 વર્ષીય વૃદ્ધનું મોત
Ahmedabad News : અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર આજે સવારે 9 વાગ્યે એક દારૂ પીધેલા કાર ચાલકે પૂરઝડપે કાર

Ahmedabad News : અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર આજે સવારે 9 વાગ્યે એક દારૂ પીધેલા કાર ચાલકે પૂરઝડપે કાર ચલાવીને ઘણા વાહનોને અડફેટે લીધા હતા. તો આજના દિવસે જ અકસ્માતની બીજી ઘટના ઘટી છે, જેમાં એક વૃદ્ધનું મોત થયું છે.
ચાંદખેડામાં કારની અડફેટે 78 વર્ષીય વૃદ્ધનું મોત
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બબાભાઈ પટેલ નામના 78 વર્ષના વૃદ્ધ સ્કુટર લઈને જતા હતા ત્યારે કાર ચાલકે તેમને ટક્કર મારી હતી, જેમાં સ્કુટર પર સવાર વૃદ્ધ બબાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક બબાભાઈને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો, જ્યાં વૃદ્ધને હોસ્પિટલમાં મુકી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં બબાભાઈનું મોત નિપજતા L ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.






