મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓડિશા વિધાનસભા બહાર બબાલ, વિદ્યાર્થીના મોત બાદ રસ્તા પર ઉતર્યા લોકો; પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા

ઓડિશા વિધાનસભાની બહાર ભારે હંગામો જોવા મળ્યો હતો જ્યારે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીના મોત બાદ ક

ઓડિશા વિધાનસભાની બહાર ભારે હંગામો જોવા મળ્યો હતો જ્યારે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીના મોત બાદ કેટલાક લોકો પ્રદર્શન માટે ભેગા થયા હતા. ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કર્યો હતો જેના જવાબમાં રાજ્ય પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા અને વોટર કેનન ચલાવીને ભીડને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રદર્શન 22 વર્ષીય વિદ્યાર્થીના મોતને લઇને હતું જેને તાજેતરમાં બાલાસોરની ફકીર મોહન કોલેજમાં યૌન શોષણના આરોપો બાદ ખુદને આગ લગાવી હતી.

વિદ્યાર્થી સંગઠન-સામાજિક કાર્યકર્તા વિરોધ પ્રદર્શનમાં જોડાયા

વિરોધ કરી રહેલા લોકોમાં વિદ્યાર્થી સંગઠન, સામાજિક કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં સામેલ થયા હતા. પ્રદર્શનકારીઓની માંગ હતી કે યૌન શોષણના આરોપી પ્રોફેસરને કડક સજા મળે અને કોલેજ તંત્રની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવે. સોમવાર મોડી રાત્રે એમ્સ ભૂવનેશ્વરમાં વિદ્યાર્થીનું મોત થયું હતું, તેને પોતાની કોલેજના એક સીનિયર પ્રોફેસર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર પર ન્યાયમાં મોડું થવા અને પીડિતાને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રદર્શનસ્થળ પરથી સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે પ્રદર્શનકારી બેરિકેડિંગને ધક્કો મારીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યાં છે, બીજી તરફ પોલીસ તેમને રોકવા માટે વોટર કેનનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. તે બાદ સ્થિતિ કાબુમાં લાવવા માટે પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

પ્રદર્શનકારીઓની શું છે માંગ?

મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી રહેલા જ આ ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસ અને પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી ચુક્યા છે પરંતુ પ્રદર્શનકારીઓનું કહેવું છે કે માત્ર વળતરથી ન્યાય નહીં મળે. તે આરોપીની ધરપકડ સાથે કોલેજ તંત્ર પર પણ કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો