VIDEO: ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર, અરવલ્લીનો સુણસર ધોધ થયો જીવંત
અરવલ્લીના ભિલોડામાં આવેલો સુણસર ધોધ ભારે વરસાદને કારણે વધુ એક વખત જીવંત થયો છે. ગત ર
અરવલ્લીના ભિલોડામાં આવેલો સુણસર ધોધ ભારે વરસાદને કારણે વધુ એક વખત જીવંત થયો છે. ગત રાત્રી દરમીયાન ભિલોડામાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે વરસાદના પાણી ચારેબાજુ વહેતા થયા છે. એવામાં આ ધોધ પણ વહેતો થયો છે.
સુણસર ધોધ થયો વહેતો
વરસાદને કારણે સુણસર ગામે ડુંગર પરથી 200 ફૂટ ઉંચાઈથી પડતો આ ધોધ ફરી એક વખત વહેતો થયો છે. ધરતી માતાના મંદિર પાસે ચોમાસામાં આ ધોધ વહે છે. ધોધ વહેતા અને ચારે બાજુ વરસાદને કારણે લીલોત્રી છવાઈ જતાં કુદરતના ખોળે સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે.
મીની કાશ્મીર તરીકે ઓળખાય છે આ ધોધ
સુણસર ધોધ, ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાય છે. અહીં પ્રકૃત્તિની સુંદરતાને નિહાળવા દુરદુરથી સહેલાણીઓ ઉમટી પડે છે.





