મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Arvalli news: વધુ એક દૂધ મંડળી સામે આંદોલન શરૂ, પશુપાલકોનો ભારે હોબાળો

રાજ્યમાં હાલ સાબર ડેરી અને તેના પશુપાલકો વચ્ચે થયેલો વિવાદ માંડ શાંત થયો છે, ત્યાં જ

Arvalli news: વધુ એક દૂધ મંડળી સામે આંદોલન શરૂ, પશુપાલકોનો ભારે હોબાળો

રાજ્યમાં હાલ સાબર ડેરી અને તેના પશુપાલકો વચ્ચે થયેલો વિવાદ માંડ શાંત થયો છે, ત્યાં જ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેસિંગપુરમાં આવેલી દૂધ મંડળીમાં ભાવફેર મુદ્દે પશુપાલકોએ હોબાળો મચાવ્યો છે. ઉપરાંત, છેલ્લા પાંચ મહિનાનો પગાર એક વર્ષ પસાર થયા બાદ પણ ન ચૂકવાતાં પશુપાલકોમાં રોષની લાગણી છે. 

રાજ્યમાં એક પછી એક દૂધ મંડળીમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જેસિંગપુરમાં આવેલી દૂધ મંડળી સામે પણ ભાવફેર મુદ્દે પશુપાલકોએ વિરોધ કર્યો હતો. પશુપાલકોને હકનો ભાવફેર નહીં મળતા પશુપાલકોમાં આક્રોશ છે. પશુપાલકોને માત્ર ૬.૨૬ ટકા ભાવફેર દૂધ મંડળીએ આપ્યો છે. આ સિવાય છેલ્લા પાંચ મહિનાનો પગાર એક વર્ષ પસાર થયા બાદ પણ ન ચૂકવાતાં પશુપાલકોમાં રોષની લાગણી છે. 

આ સમાચાર શેર કરો