મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Arvalli news: ધસમસતી આવતી એસટી બસે બે મહિલાને અડફેટે લીધી, જુઓ CCTVના કંપાવનારા દ્રશ્યો 

રાજ્યમાં એસ.ટી. ચાલકો બેફામ રીતે બસ હંકારતા હોવાના બનાવો છાસવારે બનતા હોય છે, આવો જ એ

રાજ્યમાં એસ.ટી. ચાલકો બેફામ રીતે બસ હંકારતા હોવાના બનાવો છાસવારે બનતા હોય છે,  આવો જ એક બનાવ  મોડાસા બન્યો હતો, જેમાં એસ.ટી ચાલક બેફામ રીતે બસ હંકારી બે રાહદારી મહિલાને અડફેટે લેતા બંને મહિલાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવા હતી. 

મોડાસાની સ્વાગત વિલેજ સોસાયટી પાસે અકસ્માતની ઘટના બની છે, જેમાં માલપુર સ્ટેટ હાઇવે પર બોડેલી-ડીસા એસ.ટી બસે બે રાહદારી મહિલાને અડફેટે લેતા મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બંને મહિલાને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મોડાસા એસ.ટી બસ ડેપોના  મેનેજરે આ અંગે માહિતી મેળવી તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો