મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા Nitin Patelનું નિવેદન; આ લોકોને નહીં મળે ટિકીટ

કડી APMC ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માન સમારોહ ય

કડી APMC ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિમાં સ્થાન મળ્યા બાદ તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે સ્પષ્ટ કર્યું કે 'મારો એ સારો નહીં, પણ સારો એ મારો'ના મંત્ર સાથે જ ટિકિટ વહેંચણી થશે. વફાદાર, નિષ્ઠાવાન અને સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને જ પ્રાધાન્ય અપાશે, જ્યારે ગેરરીતિમાં સંડોવાયેલા કે નબળી છબી ધરાવતા લોકોને ટિકિટ નહીં મળે તેવો સ્પષ્ટ સંકેત તેમણે આપ્યો છે. આગામી 45 દિવસમાં 10 હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની મોટી જવાબદારી તેમના શિરે છે.

આ સમાચાર શેર કરો