Video: મહેસાણા જિલ્લામાં ઝડપી સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવો, નીતિન પટેલની સરકારને વિનંતી
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદને લીધે ખેડૂતોએ લાખો હેક્ટર જમીનમાં વાવેલા
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદને લીધે ખેડૂતોએ લાખો હેક્ટર જમીનમાં વાવેલા પાકને નુકસાન થયું છે, ખેડૂતો તાત્કાલિક સહાય ચૂકવવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ મામલે સરકારને કડી સહિત મહેસાણા જિલ્લામાં ઝડપી સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા માંગ કરી છે.
કડીમાં પણ ખેડૂતોને નુકસાન થયું: નીતિન પટેલ
દિવાળી બાદ પડેલા માવઠાએ ખેડૂતોના મોઢાંનો કોળિયો છીનવી લીધો છે. લાખો હેક્ટર ખેતરોમાં વાવેલા પાકનો સોથ વળી ગયો છે. આ મામલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સરકાર સમક્ષ માંગ મુકતા કહ્યું છે કે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ છે. પાક લેવાની તૈયારી હતી અને ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે. કડી સહિત મહેસાણા જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. કડીમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે. સીએમ અને કૃષિ મંત્રીને પણ આ અંગે વાત કરી છે. કડીમાં ઝડપી સર્વે કરાવી સહાય કરી ખેડૂતોને મદદરૂપ થવા વિનંતી કરી છે.






