VIDEO: છોટાઉદેપુર ક્વાંટની વિદ્યાર્થીઓ માટેની નવી બસો ફરીથી શરૂ, જીએસટીવીના અહેવાલની અસર
છોટાઉદેપુર એસટી ડેપો પર જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી. છોટાઉદેપુરથી ક્વાંટના વિદ્યાર્થીઓ માટે એસટી
છોટાઉદેપુર એસટી ડેપો પર જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી. છોટાઉદેપુરથી ક્વાંટના વિદ્યાર્થીઓ માટે એસટી દ્વારા 16 ઓગસ્ટે નગરપાલિકાના પ્રમૂખ અને સભ્યોએ નવી બસોનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટનના બે દિવસ બાદ નવી એસટીની જગ્યાએ જૂની બસ મૂકી દેવાતા જીએસટીવી દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. નવીન બસને બીજા રૂટ પર ફાળવી દેવામાં આવ્યાના જીએસટીવીના અહેવાલથી તંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લોવામાં આવી હતી. છોટાઉદેપુર એસટી ડેપો મેનેજરે તાત્કાલીક ધોરણે ફરીથી નવી એસટી બસ રૂટ પર દોડાવવાની શરૂ કરી.
જાહેરાત








