મુખ્ય સામગ્રી પર જાઓ

Video: રાધનપુરમાં પાલિકાની ઘોર બેદરકારી, ખુલ્લી ગટરમાં પડી જવાથી મહિલાનું મોત

પાટણ જિલ્લાના રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક મહિલાનું મોત નીપજ્

પાટણ જિલ્લાના રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. પાલિકાની બેદરકારીને લીધે મહિલાનું મોત નિપજતા લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ખુલ્લી ગટરમાં પડી જવાથી એક મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું અરેરાટીભર્યું મોત નીપજ્યું છે. પાલિકાના અણધડ વહીવટને લઇ મૃતકના પરિવારજનો સહિત લોકોમાં ભારે રોષની લાગણી છે. નગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ઢાંકણા લોકો માટે મોતનું કારણ બની રહ્યા છે. 

આ સમાચાર શેર કરો