મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પોઇચામાં NDRFની ટીમનો મગર સામે જીવ સટોસટનો ખેલ, 24 કલાક બાદ પણ 6 લોકોને બચાવવાનો પ્રયાસ ચાલુ

પોઇચા પાસે નર્મદા નદીમાં સુરતના સાત લોકો ડુબ્યા હતા. 24 કલાકના સમય પછી પણ ડુબેલા લોકોની કોઇ ભાળ ના મળતા NDR

પોઇચા પાસે નર્મદા નદીમાં સુરતના સાત લોકો ડુબ્યા હતા. 24 કલાકના સમય પછી પણ ડુબેલા લોકોની કોઇ ભાળ ના મળતા NDRF ટીમની મદદ લેવામાં આવી હતી. NDRFની ટીમ, વડોદરા નગરપાલિકાની ટીમોએ ડુબેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી. NDRFની ટીમને પોઇચાની નર્મદા નદીમાં મગર પણ મળ્યા હતા. મગર સામે NDRFની ટીમનો જીવ સટોસટનો ખેલ જોવા મળ્યો હતો.

સુરતના આઠ પ્રવાસી ડુબ્યા હતા

નર્મદા જિલ્લાના પોઇચામાં નર્મદા નદીમાં સુરતના આઠ પ્રવાસી નહાવા માટે પડ્યા હતા જેમાંથી એકને ગઇકાલે જ બચાવી લેવામાં આવ્યો હતો અને એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. છ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો