મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: NOC વગર નેતાઓએ ઉતાવળે ઉદ્ધાટન કરેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયને લાગ્યા તાળાં

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમ

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સુરેન્દ્રનગરમાં ઝવેરચંદ મેઘાણીના નામે 34 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત સંગ્રહાલયને બંધ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયનું લોકાર્પણ 6 સપ્ટેમ્બરે કેબિનેટ મંત્રી મુળુ બેરા દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ હવે જાણવા મળ્યું છે કે નેતાઓએ લોકાર્પણની ઉતાવળમાં NOC વગર જ આ કાર્યક્રમ પૂર્ણ કરી દીધો હતો.

34 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત સંગ્રહાલયને બંધ 

પ્રાંત અધિકારીની સૂચના બાદ NOCના અભાવે સંગ્રહાલયને બંધ કરવાનો નિર્ણય લેવાયો. આ સંગ્રહાલય ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિઓને સાચવવા માટે બનાવાયું હતું અને તેને જોવા દૂર-દૂરથી લોકો આવી રહ્યા હતા. જોકે, આવતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ આ પગલું ભર્યું છે.

આ સમાચાર શેર કરો