VIDEO: નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર છલોછલ, જળસપાટી 138.22 મીટર પહોંચી
ચાલુ વર્ષે ચોમાસામાં 115 ટકા વરસાદ થયો છે. ઉત્તર ભારતમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો છે પરંતુ હજુ ગુજ
ચાલુ વર્ષે ચોમાસામાં 115 ટકા વરસાદ થયો છે. ઉત્તર ભારતમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો છે પરંતુ હજુ ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન પણ વરસાદ પડી રહ્યો છે. આ ચોમાસુ સિઝનમાં પહેલીવાર નર્મદા - સરદાર સરોવર ડેમની જળસપાટી 138 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાંથી 78 હજાર 282 ક્યુસેક પાણીની આવક થવાની સામે 47 હજાર 177 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138 પોઈન્ટ 68 મીટર છે. હવે માત્ર 46 સેમીનું અંતર બાકી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99 ટકા ભરાઈ ગયો છે, જે ખેડૂતો અને સિંચાઈ માટે શુભ સંકેત છે. અધિકારીઓ દ્વારા જળસ્તરનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સાવચેતીના ભાગરૂપે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.







