મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: મોટા પપ્પા અને ભાઈએ મિલકત પડાવવા મારી મમ્મી પર હુમલો કર્યો, એક્ટ્રેસના ભાજપ નેતા પર આક્ષેપ

રાજકોટમાં ભાજપ નેતા સામે કડવા પાટીદાર માતા અને દીકરીએ ન્યાયની પોકાર લગાવી છે. ભાજપ નેતાએ તે

રાજકોટમાં ભાજપ નેતા સામે  કડવા પાટીદાર માતા અને દીકરીએ ન્યાયની પોકાર લગાવી છે. ભાજપ નેતાએ તેના જ ભાઈની મિલકત પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. આ અંગે કડવા પાટીદાર સમાજની દીકરી ક્રિસ્ટિના પટેલે રડતા રડતા સોશિયલ મીડિયા મારફત મદદ કરવા  અપીલ કરી છે. બોમ્બે રહેતી  ક્રિસ્ટિના પટેલે રાજકોટ પોલીસ સામે પણ આક્ષેપો કર્યા છે. તેણે કહ્યું કે, એક મહિલાનો જીવ જોખમમાં છે તો પણ તેની ફરિયાદ લેવામાં આવતી નથી.સાથે જ આનંદ અમૃતિયા ,દિનેશ અમૃતિયા ,બિપિન અમૃતિયા અને અશોક અમૃતિયા વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. 

રાજકીય વગ ધરાવતા સગા મોટા પપ્પા અને ભાઈએ જ મિલકત પડાવવા ધરમાં ઘુસીને વિધવા મહિલા પર હુમલો કર્યો. પ્રોપર્ટી પડાવી લેવા  કુટુંબીજનો જ માતા અને દીકરી હેરાન કરે છે. તેની માતાને પરિવારના સભ્યો મારે છે અને ધમકાવે છે, તેના CCTV પણ જાહેર કર્યા છે. 

જાણો શું છે સમગ્ર ઘટના

મુંબઈ રહેતી ક્રિસ્ટીના પટેલે કહ્યું કે, મારા પિતાના અવસાન પછી હું ઘણું બધું જોઈ રહી છું. મારા પિતાનાં પરિવારજનોએ તેમની બધી મિલકત લઇ લીધી છે, મને એનાથી પણ કોઈ ફેર નથી પડ્યો, અમે કોઈ રિએક્શન નથી આપ્યું, અમે લીગલ એક્શન લીધા છે, જે બધા લોકો લેતા હોય છે. હું મુંબઈ આવી છું અને મારાં મમ્મી રાજકોટમાં એકલાં રહે છે. મારા મોટા પપ્પા જેનું નામ છે બિપિન અમૃતિયા, ભાઈ આનંદ અમૃતિયા, અને એક અન્ય શખસ, જેનું મને નામ નથી ખબર. આ લોકોએ મારી માતા પર હુમલો કર્યો છે. અમે પોલીસને બોલાવી, પણ તેમણે કોઈ એક્શન ના લીધી, એટલે કે તેમણે અમારી ફરિયાદ ન લીધી. કમિશનર સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેઓ કોઈ એક્શન લેતા નથી.'

આ સમાચાર શેર કરો