VIDEO: મુકેશ ભુવાજીના ધતિંગ/ માતાજીને ધરાવતો ડોક્ટરના વાઘા, રવિવારે ઘરે ભરતો હતો દરબાર
અમદાવાદના નિકોલના બહુ ચર્ચિત મુકેશ ભુવાજીના વિડિયો વાયરલ થયા છે. જીએસટીવીની ટીમ દ્વારા તેના ઘરની
અમદાવાદના નિકોલના બહુ ચર્ચિત મુકેશ ભુવાજીના વિડિયો વાયરલ થયા છે. જીએસટીવીની ટીમ દ્વારા તેના ઘરની તપાસ કરતાં તેના અનેક કરતૂતો જાણવા મળ્યા છે. મુકેશ ભુવાજી દરરોજ રવિવારે ભોળા લોકોને ફસાવવા દરબાર ભરતો હતો. લોકોના મગજમાં એવી અંધશ્રદ્ધા ફેલાવતો કે તે પોતે ગમે તેવા દર્દીઓ હોય તેને સાજા કરી દે છે. રવિવારે મોટી સંખ્યામાં લોકો પૂજા કરવા આવે છે. મુકેશ ભુવાજી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુકેશ ભુવાજી પોતાના ઘરે માતાજીને પણ ડોક્ટરના વાઘા ધરાવતો હતો.
આ પણ વાંચોઃ VIDEO: લ્યો બોલો...અમદાવાદ સિવિલમાં ભૂવાઓ મટાડે છે રોગ, વેન્ટિલેટર પર રહેલા દર્દીની કરી વિધિ!
21મી સદીમાં પણ અંધશ્રદ્ધા લોકોનો પીછો છોડતી નથી. લોકો ડોક્ટરે કરેલી દવાથી નહીં પરંતુ ભૂવાએ કરેલી તાંત્રિક વિધિથી સાજો થયાનો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુ બેડ ઉપર દાખલ એક દર્દીની ભૂવાએ તાંત્રિક વિધિ કરતાં સાજો થયો હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દર્દીના પરિવારજનો એવું કહે છે કે, વેન્ટિલેટર પર રહેલો દર્દી ડોક્ટરની દવાથી નહીં પરંતુ તેમના મુકેશ ભુવાજીએ કરેલી વિધિથી સાજો થયો છે.






