‘આપણા દેવી દેવતા, માતાઓ ઉપર પ્રહારો થઈ રહ્યા છે’, જલારામબાપાને લઈને મોરારી બાપુએ આપ્યું નિવેદન
વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભ
વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
કથાકાર મોરારીબાપુનું સનાતન ધર્મ ઉપર અવારનવાર થતા પ્રહારને લઈને નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે, ‘સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા. આપણા દેવી દેવતા, માતાઓ ઉપર પ્રહારો થઈ રહ્યા છે. સાધુ સંતો અને આપણા ગ્રંથો ઉપર પણ પ્રહારો થાય છે. ગણતરીપૂર્વક ખૂબ જ આક્રમણ થઈ રહ્યું છે. વ્યાસ ગાદી લઇને ફરતો હોવાથી અરજ થાય છે સવિનય જાગૃત કરવા માટે કહું છું, બાકી મારે કોઈ લેવા દેવા નથી. સાધુ ચરિત જલારામબાપા પરિવાર સાથે મારે ચાર પેઠીનો સબંધ છે. જલારામબાપાને પણ નીચે દેખડવાના પ્રયાસો થયાં. કલ્પના તો કરો અમુક લોકોને શું કરવું છે. વેશના સાધુ થવા કરતા મુક્તિના સાધુ થવું ઉત્તમ. સૌ જે કોઈને માનતા હોય તેને ચિત્રે એમાં કોઈ વાંધો ન હોય. સદનુંવ્રત લીધું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવશે.વી વીરપુરનો પરિવારનો હું સાક્ષી છું, રામ પરિવાર છે. જલારામબાપાએ ભોજલારામ બાપા પાસે જ આશીર્વાદ માગ્યા હતા. આશીર્વાદ ગુરુ જ આપે. ભોજલારામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. જલારામબાપાએ ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા હતા. આવું કોણ કરી શકે તમે કલ્પના તો કરો. વીરપુર જલારામબાપાના મંદિરમાં એક પણ રૂપિયાનું દાન નથી લેવાતું. એકાદ જગ્યા તો બતાવો જ્યાં રૂપિયા ન લેવાતા હોય. જલારામબાપાના પરિવારે પણ ટિપ્પણી મુદ્દે નિવેદન આપ્યું તેમાં પણ સચ્ચાઈ છે, ક્યાંય કટુતા નથી. આવું સાધુના ઘરને શોભે.”
શું છે ઘટના?
વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો હતો. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, 'જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારૂ એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.'
પાછળના દરવાજેથી આવીને જલારામ બાપાની માફી માગી
જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસ બંદોબસ્ત સાથે જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા. મંદિરના પાછળના ભાગેથી કાળા કાચવાળી કારમાં આવી માફી માગી સ્વામી રવાના થયા હતા. સ્વામીએ અગાઉ વીડિયો જાહેર કરીને પણ માફી માગી હતી, તેમ છતા લોકોનો આક્રોશ સમ્યો ન હતો, જેથી વીરપુર આવી તેમણે માફી માગી છે. મહત્ત્વનું છે કે નંબર પ્લેટ વગરની કાળા કલરની એક કારમાં સ્વામી આવ્યા હતા અને માફી માગી મંદીરના પાછળના દરવાજેથી જ રવાના થઈ ગયા હતા.
વડતાલ સંસ્થાએ સ્વામીના નિવેદનને વખોડી ખેદ વ્યક્ત કર્યો
વડતાલ સંસ્થાએ સ્વામીના નિવેદનને વખોડી ખેદ વ્યક્ત કર્યો છે. આ અંગે એક પત્ર પણ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, "પૂજ્યશ્રી જલારામ બાપાનું જીવન અને સંદેશ માત્ર રઘુવંશી લોહાણા સમાજ માટે જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પ્રરેલ હિન્દુ સમાજ માટે પ્રેરણારૂપ છે. વિશેષરૂપે અન્નપૂર્ણાના નિવાસ સમાન અન્નક્ષેત્ર સનાતન પરંપરાનું ગૌરવ છે અને રહેશે.
વડતાલદેશના સાધુ જ્ઞાનપ્રકાશદાસ દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે જે નિવેદન કરાયું છે, તે વાહીયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી. તેથી શિક્ષાપત્રીના આદેશાનુસાર, આ વિધાનની નિંદા કરીએ છીએ અને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ."
'બીજા સ્વામી આવું નહીં બોલે તેની શું ખાતરી?'
આ સમગ્ર મુદ્દે દેવનાથ બાપુનું કહેવું છે કે, 'એક પુસ્તકને આધાર બનાવી સ્વામીએ બફાટ કર્યો હતો. ત્યારે આજે એક સ્વામીએ માફી માગી છે કાલે બીજા સ્વામી એ પુસ્તકના આધારે ફરી આવું નહીં બોલે તેની શું ખાતરી, આ લોકોની મનગડત કહાનીઓ વાળી ચોપડીઓને સળગાવી દેવી'








