મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં ગૌરક્ષકો પર ટોળાનો છરી વડે હુમલો; એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

રાજકોટમાં લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિરની સામે બે ગૌરક્ષક પર ટોળકીએ છરી

 રાજકોટમાં લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિરની સામે બે ગૌરક્ષક પર ટોળકીએ છરીથી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી છે. શનિવારે (3 જાન્યુઆરી)ના રોજ બે ગૌરક્ષકે પશુને કતલખાને લઈ જતાં બચાવવા જિંદગીની બાજી લગાવી હતી. 15 થી 20 ઈસમોએ વળતો પ્રહાર કરી બે ગૌરક્ષક પર હુમલો કર્યો હતો. જેમાં એકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલમાં કર્યો છે. 

આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો

બે જીવદયા પ્રેમી ગૌરક્ષક શનિવારની રાત્રે સદર બજારમાં પશુને કતલખાને જતાં બચાવવા ડેરો નાખીને ઊભા હતા. તેમણે બાતમી મળી હતી કે લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિર સામે પશુ હત્યા કરનાર ઈસમો હેરાફેરી કરી રહ્યા છે, જેથી જોર શોરથી બૂમો પાડી પશુ અંગો ભરેલી રિક્ષા અટકાવી હતી. આરોપીએ ત્યાંથી વાહન સાથે ભાગી જવાનો પ્રયાસ કરતો હતો ત્યાં અન્ય એક ફોર વ્હીલ સાથે રિક્ષા અથડાવી દીધી હતી. 

15-20 લોકોની ટોળકીએ છરીથી હુમલો કરી દીધો

 હિંમત રાખી બંને ગૌરક્ષકોએ પશુ અંગો ભરેલી રિક્ષા સાથે ઈસમને પકડી પાડ્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં બનાવની જાણ કરી હતી. પણ તે જ સમયે 15 થી 20 ઈસમો ત્યાં આરોપીને બચાવવા આવી પહોંચ્યા હતા, અને બંને ગૌરક્ષક પર છરીથી ઘાતકી હુમલો કરી દીધો હતો.

ફરિયાદ નોંધાઇ 

જેમાં એક જીવદયા પ્રેમી કિશન શર્માને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ સાથી ગૌરક્ષક જયેન્દ્ર રાદવાણિયાએ સમગ્ર મામલે ગૌવંશ લઈ જતા રિક્ષા ચાલક વસીમ બેલીમ, આફતાબ બેલીમ ,શાહબાઝ બેલીમ, વસીમ ઉર્ફે વસલો સહિત અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

આ સમાચાર શેર કરો