VIDEO: 'ગ્રાન્ટમાંથી બનેલા બસ સ્ટોપ પરથી મારો ફોટો હટાવ્યો', કલેક્ટર વિરુદ્ધ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દાખલ કરી ફરિયાદ
સોમનાથના કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સીટી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિમલ ચુડા
સોમનાથના કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સીટી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિમલ ચુડાસમાએ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
ગ્રાન્ટમાંથી બનેલા બસ સ્ટોપ પર તેમનો ફોટો હટાવવામાં આવ્યો
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો છે કે તેમની ગ્રાન્ટમાંથી બનેલા બસ સ્ટોપ પર તેમનો ફોટો હટાવવામાં આવ્યો છે.આ મામલે ચુડાસમાએ કલેક્ટર અને આયોજન અધિકારી સામે માનહાની પહોંચાડવા અને સરકારી પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે.
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ભાજપના ઇશારે કામ કરતા હોવાનો પણ આરોપ
આ ઉપરાંત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ભાજપના ઇશારે કામ કરતા હોવાનો પણ આરોપ મુક્યો છે.મહત્વનું છે કે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિવાદના પર્યાય છે.ત્યારે તેમની વિરૂદ્ધ વધુ એક વખત ફરિયાદ થતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી છે.






