મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો, પતિ-દીકરીની રહી ખાસ હાજરી

ગુજરાતના નવનિયુક્ત મંત્રીમંડળમાં

ગુજરાતના નવનિયુક્ત મંત્રીમંડળમાંથી કેટલાક મંત્રીઓએ શનિવારે એટલે કે આજે 18 ઑક્ટોબરના રોજ વિજય મુહૂર્તમાં પોતાના મંત્રી તરીકેના હોદ્દાનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. જેમાં રીવાબા જાડેજા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓએ બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં પદભાર ગ્રહણ કર્યો હતો.

રીવાબા જાડેજાને મળી તેમની મંત્રીપદની ખુરશી

જામનગર ઉત્તરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા વિજય મુહૂર્તમાં મંત્રી પદનો ચાર્જ સંભાળવા ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન નવા મંત્રી રીવાબા જાડેજા સચિવાલયમાં તેમના કાર્યાલય પર પહોંચતા જ વિભાગના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન તમામ વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા.

રીવાબા જાડેજાએ પોતાની ઑફિસમાં દીકરી નિધ્યાનાબા સાથે પૂજા-અર્ચના કરી હતી પછી મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, રીવાબા જાડેજાને રાજ્યમંત્રી તરીકે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનું ખાતું સોંપવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો