VIDEO: ઉમરગામના સોળસૂંબામાં સર્વિસ રોડની માપણી થતા દબાણકર્તાઓમાં ફફડાટ, ડિમોલિશન થવાની શક્યતા
વલસાડના ઉમરગામમાં હંમેશા વિવાદોમાં રહેતી સોળસૂંબા ગ્રામ પંચાયત ફરી ચર્ચામાં
વલસાડના ઉમરગામમાં હંમેશા વિવાદોમાં રહેતી સોળસૂંબા ગ્રામ પંચાયત ફરી ચર્ચામાં આવી છે, જ્યાં સર્વિસ રોડની માપણી થતા બાંધકામ કર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. રેલવે સ્ટેશન પાસે ફ્લાય ઓવર બન્યા બાદ સર્વિસ રોડ ૧૫ મીટરને બદલે ૧૩ મીટરનો બનાવાતા એસટી સેવા ખોરવાઈ હતી અને ટ્રાફિક સમસ્યા વકરી હતી.
વળતર લીધા હોવા છતાં બે મીટર સુધી દબાણ કરનારાઓ વિરુદ્ધ ફરિયાદ થતા આજે રોડના સેન્ટરથી ૧૫ મીટરના નિશાન લગાવવામાં આવ્યા હતા. રાજકીય લાગવગ અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે હવે આ વિસ્તારમાં ફરી મોટા પાયે ડિમોલિશન થવાની શક્યતા સેવાઈ રહી છે, જેનાથી મોટા માથાઓમાં ચિંતા પ્રસરી છે.








