મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થલતેજના ટાઈટેનિયમ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગ ભારે જહેમતબાદ કાબૂમાં

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10માં માળે આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી

શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10માં માળે આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તેને બુઝાવવા માટે ફાયરની 28 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેના કારણે આને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનીના સમાચાર હજી મળ્યા નથી.

ટાઇટેનિયમ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે ભીષણ આગ લાગી

મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે થલતેજમાં ટાઇટેનિયમ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને લઈને 25થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં અલગ અલગ બે માર્ગ અકસ્માતમાં એકનું મોત 10થી વધુ લોકો ઘાયલ

ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી 

ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે, આ આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

આ સમાચાર શેર કરો