મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંજલપુર પેટાચૂંટણી: ભીખાભાઈ રબારીએ ઉમેદવારી પત્ર ભર્યું, કોંગ્રેસનો વિજયનો દાવો

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબા

તસવીર: gstv

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ   ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી બાદ યોજાયેલી જાહેર સભામાં અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, આ ચૂંટણી સ્થાનિક ઉમેદવાર અને ભાજપના આયાતી ઉમેદવાર વચ્ચેની લડાઈ છે, અને માંજલપુરના મતદારો આ વખતે પરિવર્તન લાવશે. બીજી તરફ, કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે માંજલપુર વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે અને લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. જનતાના વ્યાપક સમર્થન સાથે તેમણે પોતાની જીતનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો