VIDEO: વડોદરાની માંજલપુર બેઠક પર પેટાચૂંટણી: કોંગ્રેસે ભીખાભાઈ રબારીને આપી ટિકિટ
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની ભાજપના પીઢ ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની ભાજપના પીઢ ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર કોંગ્રેસે પોતાના પત્તા ખોલી દીધા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે ભીખાભાઈ રબારીને માંજલપુર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી છે. આ મહત્વની બેઠક પર આગામી ૩૦મી જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે, ચૂંટણીના પરિણામો ૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે




