VIDEO: માણાવદર ધારાસભ્ય આવ્યા વિવાદમાં, જાહેરમાં કહ્યું કે મીટિંગમાં વ્યસ્ત હોઉં તો ફોન ના પણ ઉપડે
ગુજરાત ભાજપના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા
ગુજરાત ભાજપના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે વંથલીમા મગફળી કેન્દ્ર ઉદ્ઘાટનમાં માણાવદરના ભાજપના માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.
હું ટિખળખોર લોકોના ફોન હું નથી ઉઠાવતો
અરવિંદ લાડાણીએ કહ્યું કે હું ટિખળખોર લોકોના ફોન હું નથી ઉઠાવતો, તો બીજી તરફ તેમણે મીડિયાકર્મીઓ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે વિવાદીત નિવેદન આપ્યું કે વંથલીમાં કાર્યાલય ખેલવું કે નહીં તે મારી મરજી છે. હું લોકોના સંપર્કમાં જ રહું છું. અરવિંદ લાડાણીના નિવેદન બાદ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ગુજરાતમાં માવઠાએ ખેડૂતોની કમર તોડી છે, ત્યારે નેતાજી નિવેદને નવો વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
જાહેરાત








