મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વાઘના પાંજરામાં કૂદ્યો શખ્સ, જાણો પછી શું થયું

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે એક વ્યક્તિ વાઘના પાંજરામાં કુદી પડ્યો હતો.

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે એક વ્યક્તિ વાઘના પાંજરામાં કુદી પડ્યો હતો. પ્રાણી સંગ્રહાલયના સ્ટાફે મહામુસીબતે પાંજરામાંથી શખ્સને બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમિકાને આકર્ષિત કરવા વાઘના પાંજરામાં ઘુસ્યો શખ્સ

શહેરના મણિનગર કાંકરિયામાં એક અનોખી ઘટના બની હતી જેમાં પ્રેમિકાને આકર્ષિત કરવા માટે એક યુવક વાઘણના પાંજરામાં ઘૂસી ગયો હતો.

મહેસાણાના વતની અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંદિપકુમાર પંડ્યાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં મૂળ યુપીના અને રખિયાલમાં ભાડે રહેતા અરૂણ કુમાર પાસવાન (ઉ.વ.26) સામે ફરિયાદ નોંધાવી હતી.

કાંકરિયામાં ફરવા માટે આ શખ્સ આવ્યો હતો અને બપોરે હાથીના પાંજરા સામે આવેલા સફેદ વાઘણના પાંજરામાં પ્રવેશ્યો હતો. તે પછી લીમડાના ઝાડ ઉપર ચઢીને ત્યાંથી વાઘણની પજવણીનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન યુવકનો પગ ખસી જતાં પડતા પડતા બચ્યો હતો. પ્રાણી સંગ્રહાલયમાં હાજર લોકોએ બુમાબુમ કરતાં ઝુનો સીક્યુરિટી સ્ટાફ દોડી આવ્યો હતો અને વાઘણને બીજા પાંજરામાં લઇ જઇને મહામુસીબતે યુવકને બહાર કાઢ્યો હતો. 

આ બનાવ અંગે મણિનગર પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આરોપીએ પ્રેમિકા સાથે વાત કરી તો પ્રેમિકાએ વાઘના પાંજરામાં જવાની વાત કરી હતી જેથી પ્રેમિકાને આકર્ષિત કરવા માટે આ કૃત્ય આચર્યુ હતું. જોકે, લોકોએ બુમાબુમ કરતાં શખ્સ પ્રેમિકાને વીડિયો કોલ કરી શક્યો નહતો.

આ સમાચાર શેર કરો