મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ફ્લાઇટની અંદર બોમ્બ છે', અમદાવાદમાં લેન્ડ થયેલા વિમાનને મળી ધમકી

દેશમાં છેલ્લા ઘણાં સમયથી એરપૉર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ

'ફ્લાઇટની અંદર બોમ્બ છે', અમદાવાદમાં લેન્ડ થયેલા વિમાનને મળી ધમકી

દેશમાં છેલ્લા ઘણાં સમયથી એરપૉર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ એરપોર્ટને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ સવારે 9.30 વાગ્યે પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ પોલીસ અને CISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર પહોંચ્યા છે અને સઘન ચેકિંગ હાથ ધર્યું છે. 

અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી ફલાઇટને બોમ્બ હોવાની ધમકી મળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઈટમાં મુસાફરો ઉતરી ગયા પછી એરલાઇન્સ સ્ટાફને ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પત્રમાં ફલાઇટની અંદર બોમ્બ છે તેવું લખાણ મળી આવ્યું છે. હાલમાં ધમકી ભરેલા પત્રના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 

વાંધાજનક વસ્તુ ન મળતાં મોટી રાહત 

અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી એક ફ્લાઈટમાં મુસાફરો ઉતર્યા બાદ એરલાઈન્સ સ્ટાફ ફ્લાઈટ ચેકિંગ કરતા હતા આ દરમિયાન તેમને એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં લખેલું હતું કે અંદર બોમ્બ છે. ત્યારબાદ તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી. ફ્લાઈટ ચેકિંગ કરાતા કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં મોટી રાહત થઈ છે.

એરપોર્ટ પોલીસે અજાણ્યા પેસેન્જર સામે ફરિયાદ નોંધી

હાલ પોલીસ આવો નનામો પત્ર કોણે લખ્યો અને શા માટે લખવામાં આવ્યો તેની તપાસ કરી રહી છે. તપાસના અંતે કોઇ વાંધાજનક વસ્તુ ન મળી આવતા રાહતનો શ્વાસ લીધો છે પરંતુ એરપોર્ટ પોલીસે અજાણ્યા પેસેન્જર સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો