મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં અલગ અલગ બે ઘટનામાં લક્ઝરી બસને નડ્યો અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટના સતત સામે આવતી રહે છે. આજે રાજ્યમાં બે માર્ગ અકસ્માતની ઘટ

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટના સતત સામે આવતી રહે છે. આજે રાજ્યમાં બે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના સાયલા ચોટીલા હાઈવે પર જુદા જુદા બે અકસ્માત સર્જાયા હતા,  જેમાં કુલ 16 લોકો ઇજાગ્રસ્ત ચાર લોકોને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા.

બસ 10 ફૂટ કરતા વધારે રોડ સાઈડની ખાઈમાં પલટી મારી

મળતા અહેવાલ પ્રમાણે  લગ્ન પ્રસંગ માણવા માટે જાનૈયાઓ સિદ્ધપુરથી જામનગર જઈ રહ્યા હતા ત્યારે  સાયલાથી થોડા આગળ ચોટીલા તરફ બસ 10 ફૂટ કરતા વધારે રોડ સાઈડની ખાઈમાં પલટી મારી હતી.

આ પણ વાંચો: અસલી ફેક્ટરીમાં નકલી દવાઓ: અમદાવાદના ચાંગોદરમાંથી ભેળસેળ-નકલી દવાઓ ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ

બંને અકસ્માતોમાં કુલ ૧૬ લોકો ઇજાગ્રત થયા

જ્યારે બીજા અકસ્માતમાં સાયલાથી ચોટીલા તરફ જતા ડમ્પર પાછળ લક્ઝરી ઘૂસી ગઈ હતી.બંને અકસ્માતોમાં કુલ ૧૬ લોકો ઇજાગ્રત થતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

આ સમાચાર શેર કરો