મુખ્ય સામગ્રી પર જાઓ

Video: મોરબીમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ, રોગચાળો ફેલાવવાની ભીતિ

મોરબીના રવાપર ચોકડી નજીક ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અક્ષર ર

મોરબીના રવાપર ચોકડી નજીક ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અક્ષર રેસીડેન્સી વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. અક્ષર રેસીડેન્સી વિસ્તારમાં અનેક ફ્લેટ આવેલા છે, જ્યાં નજીકના ખુલ્લા પ્લોટમાં ગટરનું પાણી આવી રહ્યું છે. જેના કારણે ખૂબ મચ્છર અને અસહ્ય દુર્ગંધથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. આ ગંદકીથી અનેક લોકો બીમાર થઈ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેથી આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ ઉઠી છે. 

આ સમાચાર શેર કરો