Video: અંબાજી નજીક જમીન વિવાદમાં સ્થાનિકોનો પોલીસ-ફોરેસ્ટ કર્મીઓ પર જીવલેણ હુમલો, PIને કાન પર તીર વાગતા બેભાન
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા પાડલીયા ગામે આજે(13 ડિસેમ્બર
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા પાડલીયા ગામે આજે(13 ડિસેમ્બર) પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અંબાજી નજીક પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ પહેલા ફોરેસ્ટ અધિકારીઓ અને બાદમાં પોલીસે પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત અનેક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે.
પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓને આગ ચાંપી
મળતી માહિતી અનુસાર, પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પથ્થરમારાની સાથે તીર-કામઠાથી પણ હુમલો કરાયો હતો. જેમાં PI આર બી. ગોહિલને તીર મારવામાં આવ્યું હોવાના અહેવાલ છે. PIને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા છે. હાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત PI સહિતના ઘાયલ પોલીસ કર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસનો મોટો કાફલો પાડલીયા ગામે ખડકી દેવાયો છે. પથ્થમારા દરમ્યાન પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ સળગાવવામાં આવી હતી.








