VIDEO: કચ્છમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સ્થાનિકોમાં રોષ, મૃતકના પરિજનોને વળતર આપવા માગ
કચ્છના દધ્ધર-સાધારા રોડ પર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે
કચ્છના દધ્ધર-સાધારા રોડ પર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના પગલે સામાજિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ યુવા કોર કમિટી, ભીમ આર્મી અને શહેરી જન સંઘર્ષ સમિતિના આગેવાનો ઇકબાલ જત, મોહસીન હિંગોરજા, મોહમદ લાખા અને અનીશ જુણેજાએ બનાવ સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
ખોદાયેલા રસ્તા પર યોગ્ય આડશ કે ચેતવણીના બોર્ડના અભાવે વાહનો ખાબકતા આ દુર્ઘટના ઘટી હતી. આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે હજુ સુધી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ ગુનો નોંધાયો નથી, તેથી તંત્ર દ્વારા તાત્કાલિક 'માનવ વધ'નો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે અને મૃતકના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે પણ સ્થળ વિઝીટ કરી તપાસ હાથ ધરી હતી.


