મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સનો સિલસિલો યથાવત, કોઠારા પોલીસે ચરસના 10 પેકેટ કબજે કર્યા

કચ્છના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.અબડાસા તાલુકાના ખુડા ગામ નજી

કચ્છના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.અબડાસા તાલુકાના ખુડા ગામ નજીક દરિયાકાંઠે ચરસના 10 પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આ પેકેટ દરિયાઈ વિસ્તારમાંથી તણાઈને કિનારે આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઠારા પોલીસ, એસઓજી અને અન્ય સુરક્ષા એજન્સીઓની પેટ્રોલિંગ દરમિયાન આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા તંત્ર દોડી આવ્યું હતું અને સમગ્ર મુદ્દામાલ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે. દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરીને લઈને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

આ સમાચાર શેર કરો