મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભુજ-નારાણપર હાઈવે પર કાળમુખો અકસ્માત, ટ્રેલરની અડફેટે ૧૯ વર્ષીય આશાસ્પદ યુવતીનું કરુણ મોત

કચ્છ જિલ્લાના ભુજ નજીક નારાણપર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવતીનું મો

કચ્છ જિલ્લાના ભુજ નજીક નારાણપર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવતીનું મોત થયુ છે.. ટ્રેલરની અડફેટે આવતાં ૧૯ વર્ષીય વિધિ વાઘેલાનું કરુણ મોત નીપજ્યું છે. વિધિ મોપેડ પર નોકરીએ જઈ રહી હતી ત્યારે ઓવરટેક કરતા ટ્રેલરે ટક્કર મારી હતી. ડોક્ટર બનવાનું સ્વપ્ન ધરાવતી યુવતીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ છે. વિધિના પિતાનું પણ અગાઉ અકસ્માતમાં જ મોત થયું હતું. માનકૂવા પોલીસે હાલ ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો