મુખ્ય સામગ્રી પર જાઓ

Video: હારીજ પાલિકામાં શાસક પક્ષના સભ્યોના જ કામ ન થતાં વિરોધ, રાજીનામાની ચીમકીથી ગરમાયું સ્થાનિક રાજકરણ

પાટણના હારીજ નગરપાલિકામાં ખુદ શાસક પક્ષના સભ્યોના કામ નહી થતા 11 જેટલાં સદસ્યો નારાજ થતા સ્

પાટણના હારીજ નગરપાલિકામાં ખુદ શાસક પક્ષના સભ્યોના કામ નહી થતા 11 જેટલાં સદસ્યો નારાજ થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આ નારાજ સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને જો કામ નહિ થાય તો રાજીનામાની ચીમકી ઉચ્ચારાઈ છે. શાસક પક્ષના એક પણ સભ્યોના કામ થતા ન હોવાના સણસણતા આક્ષેપ કરાયા છે. હારીજમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ટેન્ડરિંગમાં પણ કોઈ સભ્યોનો મત લેવાતો ન હોવાનો પાલિકામાં ગણગણાટ શરૂ થયો છે. 

આ સમાચાર શેર કરો