VIDEO: ઉનાની ગાયત્રી સ્કૂલમાં સિંહ આવી ચડ્યો, ગ્રાઉન્ડમાં વાછરડાનું કર્યું મારણ
રાજ્યના ઉનાની પ્રખ્યાત શાળાની અંદર સિંહ ઘૂસ્યો હતો. છેલ્લા ઘણા સમયથી શિકારની શોધમાં સિંહ માનવવસાહત તરફ સતત ફ
રાજ્યના ઉનાની પ્રખ્યાત શાળાની અંદર સિંહ ઘૂસ્યો હતો. છેલ્લા ઘણા સમયથી શિકારની શોધમાં સિંહ માનવવસાહત તરફ સતત ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવીજ એક ઘટના ઉના શહેરમાંથી સામે આવી છે. શાળાના પટાંગણમાં સિંહ ફરી રહ્યો હતો.
ગાયત્રી વિદ્યાલયમાં વહેલી સવારે સિંહ આંટાફેરા મારતો
જેમાં ઉના શહેરની ગાયત્રી વિદ્યાલયમાં વહેલી સવારે સિંહ આંટાફેરા મારતો હતો. રફાએશ્વર મહાદેવ મંદિર પાસે શાળાના ગ્રાઉન્ડમાં વાછરડાનો શિકાર કરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: VIDEO: દાહોદના ગોદીરોડ પરની હૉસ્પિટલમાં લાગી આગ, સદનસીબે ટળી જાનહાની
બાળકોને શાળાની બહાર જ રોકી રાખ્યા
શિક્ષકોની નજરે સિંહ પડતાં બાળકોને શાળાની બહાર જ રોકી રાખ્યા હતા. સિંહ આખી શાળામાં ફર્યો હતો. શાળા સંચાલકોએ વન વિભાગને સમગ્ર બાબતની જાણ કરી હતી. વન વિભાગની ટીમે શાળામાંથી સિંહને ભગાડ્યો હતો.






