VIDEO: જાફરાબાદમાં મકાન પર પડી વીજળી, ઘટનામાં વીજ ઉપકરણોને નુકસાન
અમરેલીમાં મોડી રાત્રે વીજળી પડવાની ઘટના બની. ઘટનામાં 2 મકાનને નુકસાન થય
અમરેલીમાં મોડી રાત્રે વીજળી પડવાની ઘટના બની. ઘટનામાં 2 મકાનને નુકસાન થયું. વીજળીના ચમાકારાના અદ્દભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ભારે વરસાદ સાથે વીજળી પડતા રહેણાંક વિસ્તારોના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.
2 મકાન પર પડી વીજળી
અમરેલીના શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં જાફરાબાદમાં 2 મકાનો પર મોડી રાત્રે વીજળી પડતા નુકસાન થયું હતું. જાફરાબાદના ખોડીયાર નગર કોલીવાડ વિસ્તારમાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે 2 મકાન પર વીજળી પડતાં મોટું નુકસાન પહોંચ્યું હતું.
વીજળી પડતા મકાનને પહોંચ્યું નુકસાન
વીજળીના ઉપકરણો જેવા કે, ટીવી, એસી, પાણીની મોટર તથા ઘરની વીજ લાઈનને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં, જાફરાબાદ મામલતદાર ટીમ તાપસ માટે ઘટના સ્થળે પોહચી ગઈ. અને સમગ્ર ઘટના અંગે વિગતે તપાસ શરુ કરી છે.











