VIDEO: ધરમપુર પંથકમાં વૃધ્ધાને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો, જુઓ Live દૃશ્યો
દક્ષિણ ગુજરાતમાં દીપડાઓએ હાહાકાર મચાવી છે. ત્યારે વલસાડના ધરમપુર પંથકના આંબા તલાટ ગામમાં દીપડાએ આ

દક્ષિણ ગુજરાતમાં દીપડાઓએ હાહાકાર મચાવી છે. ત્યારે વલસાડના ધરમપુર પંથકના આંબા તલાટ ગામમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. ખૂંખાર દીપડાએ એક વૃધ્ધાને ફાડી ખાધી હતી. જેથી સમગ્ર પંથકમાં ડરનો માહોલ પેદા થયો હતો. આ ખૂંખાર દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતાં. સાથે જ પાંજરામાં મરઘાનું મારણ રાખવામાં આવ્યું હતું. જેની લાલચે દીપડો આવ્યો હતો. દબાતા પગે આવેલો દીપડો આસાનીથી પાંજરામાં ફસાઈ ગયો હતો.
વૃધ્ધાને ખેંચીને લઈ ગયો
ભાઈ બીજના દિવસે વહેલી સવારે ઘર નજીકના જંગલ વિસ્તારમાંથી કદાવર દીપડો શિકારની શોધમાં ખેડૂતના ઘર પાસે આવી પહોંચ્યો હતો. ઘરના ઓટલા ઉપર સુતેલી વૃધ્ધા ઉપર દીપડો ત્રાટક્યો હતો. વૃધ્ધા ઉપર દીપડાએ અચાનક હુમલો કરતા બચાવવા માટે વૃધ્ધાએ બૂમ મારી હતી. દીપડાએ વૃધ્ધાનું ગળું પકડી ઘરથી દૂર જંગલ તરફ લઈને જતો રહ્યો હતો. પરિવારના સભ્યોએ વૃદ્ધાનો અવાજ સાંભળતા ઘરની બહાર આવીની ચેક કરતા વૃદ્ધા મળી આવી ન હતી. બીજા દિવસે સવારે સ્થાનિક લોકોની મદદ લઈને ચેક કરતા વૃદ્ધા જંગલ તરફ આવતા એક ખેડૂતની જમીનમાં વૃદ્ધાનું મોઢું અને બીજા ખેડૂતના ખેતરમાંથી ધડ મળી આવ્યું હતું.
10 પાંજરા ગોઠવ્યા હતા
વન વિભાગની ટીમે 10 જેટલા પાંજરા અને CCTV કેમેરા તેમજ વલસાડ ઉત્તર, દક્ષિણ અને ડાંગ વન વિભાગની ટીમને આંબાતલાટ જંગલ વિસ્તારમાં દીપડાને પાંજરે પુરવા કામગીરી સોંપવામાં આવી હતી. દરમિયાન રવિવારે રાત્રે જે જગ્યાએ વૃદ્ધાનું ધડ મળ્યું હતું ત્યાં મુકેલા પાંજરામાં કદાવર દીપડો પુરાયો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા દીપડાનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વનવિભાગે હાથ ધરી કાર્યવાહી
વૃધ્ધાનો જ્યાંથી મૃતદેહ મળ્યો હતો ત્યાં મૂકાયેલા પાંજરામાં દીપડો દબાતા પગે આવ્યો હતો. બાદમાં જેવો અંદર ગયો કે તાત્કાલિક જ પાંજરૂ બંધ થઈ ગયું હતું. દીપડો પાંજરે પૂરાતા સ્થાનિક લોકો અને પશુપાલકો અને જંગલ વિસ્તાર નજીક રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.વન વિભાગની ટીમે માનવ ભક્ષી બનેલા દીપડાને પાંજરે પુરી પશુ ચિકિત્સકની મદદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








