મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: જેતપુર પાવીના ખોસ ફળીયામાં વૃદ્ધાને દીપડાએ ફાડી ખાધા

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ડુંગરવાટ ગામ પાસે આવેલા ખોસ ફળીયામાં દુખદ બનાવ સામે આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ડુંગરવાટ ગામ પાસે આવેલા ખોસ ફળીયામાં દુખદ બનાવ સામે આવ્યો છે.  ખોસ ફળીયામાં વસવાટ કરતી વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનું મોત થયું છે, જેના કારણે સ્થાનિક વસ્તીમાં ભયનો માહોલ છે. સાંજે 6 વાગ્યાની આસપાસ, વૃદ્ધ મહિલા ઘર પાસે જતી હતી ત્યારે દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ વૃદ્ધાને ઉંચકીને નજીકના બાવળીયાના ઝાડ પર ખેંચી ગયો હતો..ગામ લોકોને ખબર પડતાં તેઓ દોડી આવ્યા, જે જોઈને દીપડો જંગલ તરફ ભાગી ગયો. વૃદ્ધાને ઝાડ પરથી નીચે ઉતારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત