VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મોટો રાજકીય ગરમાવો, કોંગ્રેસ અને ભાજપના અગ્રણી કાર્યકરોએ ધરી દીધા રાજીનામા
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના રાજકારણમાં મહાનગરપાલિક
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના રાજકારણમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના કોંગ્રેસ અને ભાજપના અગ્રણી કાર્યકરોએ પોત-પોતાના પક્ષોમાંથી રાજીનામાં આપતાં રાજકીય હલચલ વધી છે.
પક્ષપ્ર મુખોને રાજીનામા પત્ર મોકલી આપ્યા
કોંગ્રેસના મહામંત્રી નેન્સી શાહ અને ભાજપના ભાવિન મરીયાએ પક્ષપ્રમુખોને રાજીનામા પત્ર મોકલી આપ્યા છે. રાજીનામા પાછળનું કારણ દર્શાવતા નેતાઓએ નિવેદન આપ્યું કે શહેરમાં કામો થઈ રહ્યા નથી, છતાં નેતાઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવતો નથી.








