VIDEO: અંબાજીના મેળામાં ભક્ત બનીને નકલી નોટો વટાવનાર આરોપી ઝડપાયો, 500 રૂપિયાની 240 ડુપ્લિકેટ ચલણી નોટો મળી
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. આ મેળમાં લાખો ભક્તો માતાજીના દર્શન કર
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. આ મેળમાં લાખો ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભાદરવી મેળામાં ભકત બનીને આવેલાં યુવક પાસેથી ડુપ્લીકેટ નોટો પકડાઈ છે. શખ્સ નકલી નોટો વટાવવા આવ્યો હતો, તે વટાવે તે પહેલા LCBએ દબોચ્યો હતો.
યુવાન પાસેથી 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ
યુવાન પાસેથી 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ હતી. કુલ નકલી નોટોની કિંમત 1,20,000ની LCB સાથે ઈસમને દબોચ્યો હતો. આ શખ્સ ભાભરના બુરેઠા ગામનો વતની છે. '
આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો
આરોપીની ઓળખ ભરત પ્રજાપતિ તરીકે થઈ છે. LCBએ આરોપીની આકરી પૂછપરછ કરી હતી, તે દરમ્યાન શખ્સે કબૂલ્યું હતું કે તે પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો.






