મુખ્ય સામગ્રી પર જાઓ

Video: નડિયાદમાં જજના અસભ્ય વર્તનથી વકીલો કંટાળ્યા, બાર એસોસિએશનનો અચોક્કસ મુદ્દત સુધી બહિષ્કારનો ઠરાવ

નડિયાદ બાર એસોસિએશને સિવિલ જજ એન.ટી.કારિયાન

નડિયાદ બાર એસોસિએશને સિવિલ જજ એન.ટી.કારિયાની ગેરવર્તણુંકને લઇ કોર્ટની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. વકીલોનો આક્ષેપ છે કે આ ન્યાયાધીશ પક્ષકારો સાથે પણ માનવતા વિરુદ્ધનુ અને અસભ્ય વર્તન કરે છે, જેથી વકીલ આલમમાં રોષ ફેલાયો છે અને અચોક્કસ મુદ્દત સુધી બહિષ્કારનો નડિઆદ બાર એસોસિએશને ઠરાવ કર્યો છે. 

વકીલો કામગીરીથી અળગા રહ્યા 

નડિયાદ કોર્ટમાં સિવિલ જજ એન.ટી.કારિયા દ્વારા વકીલો સાથે અયોગ્ય અને ઉદ્ધત વર્તન કરાતા બાર અચોક્કસ મુદત સુધી કામગીરીનો બહિષ્કાર કરશે. જજ પક્ષકારો સાથે પણ માનવતા વિરુદ્ધનું અને તોછડું વર્તન કરતા હોવાનો વકીલોનો આક્ષેપ છે. સિનિયર વકીલોને યોગ્ય મુદત આપતા ન હોવાથી તેમજ મુદત રિપોર્ટ પણ સ્વીકારવાની ના પાડતા તોછડાઈપૂર્વકનુ વર્તન કરતા બહિષ્કારનો નિર્ણય લેવાયો છે. નડિયાદના સાતમા એડી. સીની. સીવીલ જજ તથા જયુડી. મેજી. ફર્સ્ટ કલાસ એન.ટી. કારીયાની કોર્ટનો અચોકકસ મુદ્દત સુધી વકીલો બહિષ્કાર કરશે. આજે કોર્ટ હાઉસની બહાર વકીલો વિરોધ દર્શાવી કામકા થી દૂર રહ્યા હતા. 

આ સમાચાર શેર કરો