VIDEO: 'કુવૈતે ભૂલથી અમારા ત્રણ F-15E એરક્રાફ્ટ તોડી પાડ્યા', US સૈનાએ કર્યો સ્વીકાર
યુએસ અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઇરાનમાં વિનાશ મચાવી રહ્યા છે. આ સંઘર્ષ વચ્ચે, આઘા

યુએસ અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઇરાનમાં વિનાશ મચાવી રહ્યા છે. આ સંઘર્ષ વચ્ચે, આઘાતજનક સમાચાર સામે આવ્યા છે: કુવૈતે ત્રણ યુએસ F-15E ફાઇટર જેટને તોડી પાડ્યા છે. અમેરિકન મિલિટ્રીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, કુવૈતે લડાઈ દરમિયાન ભૂલથી ત્રણ અમેરિકન F-15E સ્ટ્રાઈક ઇગલ્સ એરક્રાફ્ટને તોડી પાડ્યા હતા. જોકે, તમામ છ ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ફ્રેન્ડલી ફાયરની ઘટનાનું કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી શેર કરવામાં આવશે. તેણે ઈરાન વિરુદ્ધ 'ઓપરેશન એપિક ફ્યુરી' દરમિયાન ઘટનાને સ્વીકારવા અને સમર્થન આપવા બદલ કુવૈતી સૈન્યનો પણ આભાર માન્યો હતો.
અમેરિકાએ નિવેદનમાં કહ્યું કે સક્રિય લડાઈ દરમિયાન જેમાં ઇરાની એરક્રાફ્ટ, જેમાં ઈરાની વિમાન, બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન દ્વારા હુમલાઓનો સમાવેશ થતો હતો, યુએસ એરફોર્સ ફાઇટર જેટને કુવૈતી એરડિફેન્સ દ્વારા ભૂલથી તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ ફાઈટર જેટ ચલાવતા તમામ છ ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર છે. કુવૈતે આ ઘટનાને સ્વીકારતા કહ્યું કે, અમે કુવૈતી ડિફેન્સ ફોર્સના પ્રયાસો અને આ ચાલી રહેલા ઓપરેશનમાં તેમના સપોર્ટ માટે આભારી છીએ.




