મુખ્ય સામગ્રી પર જાઓ

Kutch : ગાંધીધામ હાઇવે પર ટ્રેલરમાં ભીષણ આગ લાગતા ટ્રાફિકજામ 

ગુજરાતમાં વાહનોમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે કચ્છના કંડલા- ગ

ગુજરાતમાં વાહનોમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે કચ્છના કંડલા- ગાંધીધામ હાઇવે પર વહેલી સવારે  ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી.


કચ્છના કંડલા- ગાંધીધામ હાઇવે પર આગના બનાવથી અફરાતફરી મચી હતી. ટ્રેલરની કેબીનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું, ફાયર ફાયટરની ટીમને ઘટના સ્થળે પહોંચવામાં વિલંબ થયો હતો. ભયંકર આગને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.  આગના બનાવથી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.

આ સમાચાર શેર કરો