મુખ્ય સામગ્રી પર જાઓ

શક્તિપીઠ અંબાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી, શ્રદ્ધાળુઓ મોડી રાત સુધી દર્શનાર્થે પહોંચ્યા

શક્તિપીઠ અંબાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવાયો. રાત્રે 12 વાગ્યે મંદિર

શક્તિપીઠ અંબાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવાયો. રાત્રે 12 વાગ્યે મંદિરમાં મંગળા આરતી થઈ, જેમાં ભક્તો મોડી રાત સુધી દર્શન માટે પહોંચ્યા. "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી"ના નારા સાથે ભક્તોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. ભક્તોને મિશ્રી અને માખણનો પ્રસાદ વહેંચાયો, અને અબીલ-ગુલાલ છાંટવામાં આવ્યો. ભગવાન કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હોવાથી અંબાજી મંદિરમાં આ મહોત્સવ ખાસ ઉજવાયો. આજે નંદ મહોત્સવની ઉજવણી થશે, જ્યારે દ્વારકા અને અન્ય રાજ્યોમાં આજે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. 

આ સમાચાર શેર કરો