મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: કોસંબા મર્કન્ટાઇલ કો.ઓ. બેન્કમાં 25 લાખની ઘટ, મહિલા કેશિયરનો ચેરમેન અને ડિરેક્ટરો પર આરોપ

સુરત જિલ્લાની સહકારી બેંકોમાં ચાલતા વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. કોસંબાની જાણીતી 'ધી કોસંબા

સુરત જિલ્લાની સહકારી બેંકોમાં ચાલતા વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. કોસંબાની જાણીતી 'ધી કોસંબા મર્કન્ટાઇલ કો. ઓપરેટિવ બેન્કમાં 25 લાખ રૂપિયાની ઘટ આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલે બેન્ક સંચાલકોએ મહિલા કેશિયરને જવાબદાર ઠેરવતા મહિલા કર્મચારીએ મીડિયા સમક્ષ આવી બેન્કના ચેરમેન અને ડિરેક્ટરો સામે મોરચો માંડ્યો છે અને પોતાને બલિનો બકરો બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.

મળતી માહિતી મુજબ,ગત 4 ઓગસ્ટ 2025ના રોજ બેન્કનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં કેશમાં 25 લાખ રૂપિયાની ઘટ સામે આવી હતી. આ ઘટ બહાર આવતા જ બેન્ક પ્રશાસન હરકતમાં આવ્યું હતું. મહિલા કેશિયર દિવ્યા રાણાનો આક્ષેપ છે કે,જેવી ઘટની જાણ થઈ કે તરત જ ચેરમેન અને અન્ય પદાધિકારીઓએ સ્ટાફ સાથે મળીને "બેન્કની શાખ દાવ પર છે એમ કહીને મહિલા કર્મચારી પાસે કોરા ચેકો ,FD ની રકમ લેવામાં આવી તો કેટલાક કર્મચારી પાસે થી ઓવર ડ્રાફ્ટ આપી રકમ જમા લીઘી અને કર્મચારીને પહેલા વિશ્વાસમાં લીધા અને પછી ધમકાવવાનું શરૂ કરતા મહિલા કેશીયરે બેંકના સંચાલકો સામે અવાજ ઉઠાવ્યો છે. બેંક બહાર મહિલા કેશિયર અને તેનો પરિવાર જાહેરમાં કહી રહ્યો હતો કે દિવ્યા રણા જવાબદાર હોય તો એને સજા કરો પણ એ જવાબદાર જ નથી. જે જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જઈએ. 

મહિલા કર્મચારી બેંક બહાર પરિવાર સાથે ફરિયાદ કરી રહી હતી કે 25 લાખનું કૌભાંડ મે કર્યું જ નથી તો પછી મારાં પર આક્ષેપ કેમ કરવામાં આવે છે.   મહિલા કર્મચારી બેંક બહાર પરિવાર સાથે ફરિયાદ કરી રહી હતી કે 25 લાખનું કૌભાંડ મે કર્યું જ નથી તો પછી મારાં પર આક્ષેપ કેમ. જે લોકો જવાબદાર છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. મહિલા કર્મચારી સહિત પરિવારે સ્થાનિક પોલીસ, એસ. પી, આ વિસ્તારના ધારાસભ્ય ને ફરિયાદ કરી છે, સાથે જ સહકાર મંત્રી ને પણ ફરિયાદ કરશે. આવનાર સમયમાં આ પરિવાર બેંક બહાર ધરણા યોજી નિષ્પક્ષ તપાસની માંગ કરશે. 

આ સમાચાર શેર કરો